Recent Articles (In Gujarati)
There will be only four recent articles every time on this page. As the article will go older, it will be shifted to its corresponding subject. Then on you will be able to read it from the Subject category of the page ‘Articles’ (The Kaushik Chaudhary Articles).
July 29 / 2018 / Re-launched On Facebook on same date 2020 / Subject : The Indian Religion
રામનો સીતા ત્યાગ
માનવ-ઇતિહાસનો સૌથી મહાન નિર્ણય
– ડૉ. કૌશિક ચૌધરી

‘સત્ય શું છે? ધર્મ શું છે?’ – આ સવાલોના જવાબમાં એકવાત હું હમેશા કહું છું, ‘સારું હોવું ધર્મ નથી, સાચું હોવું ધર્મ છે. સારું હોવું એ લક્ષ્ય નથી, સાચું હોવું એ લક્ષ્ય છે.’ મુશ્કેલ નિર્ણયો ક્યારેય સાચા અને ખોટા વચ્ચે નથી, તે હમેશા સારા અને સાચા વચ્ચે હોય છે. જેમણે સત્યને જાણી લઈશું છે એ હમેશા સાચા રહેવાની કોશિશ કરે છે. જેમણે સત્ય અને ધર્મને ફક્ત ધર્મગુરુઓના પ્રવચનોથી જાણ્યો છે તે હમેશા સારા બનવાનો પ્રયાસ કરે છે. શું ભીમને દુર્યોધનની જંઘા તોડવી જોઈતી હતી, જયારે કમરના નીચે વાર કરવો નિયમોના વિપરીત હતું? સારા બની રહેવાની કોશિશ કરવાવાળા યુધીષ્ઠીર અને બલરામ કહેશે ‘નહિ, આવું ન કરવું જોઈએ.’ પણ કૃષ્ણ કહેશે, ‘જયારે દુર્યોધન જાંઘો સિવાયનું બાકીનું શરીર લોખંડનું કરી ચુક્યો છે ત્યારે તેને મારવા માટે જરૂરી છે કે તે જ્યાં હારી શકે છે ત્યાં વાર કરવામાં આવે. જો એ જીતી જશે તો મહાભારત યુધ્ધના આટલા મોટા નરસંહાર પછી પણ હસ્તિનાપુરની ગાડી પર એના જેવો અધર્મી જ બેસશે અને સમાજને અધર્મના માર્ગે ધકેલી દેશે. એની જાંઘો તોડવી સારું ના પણ હોય, પણ સાચું તે જ છે.’ આખા મહાભારતમાં કૃષ્ણે ક્યારેય સારા બનવાની કોશિશ નથી કરી. તેમણે એજ કર્યું જે સાચું હતું. રામના સીતા-ત્યાગ પાછળનું કારણ પણ આજ છે.
જયારે સીતાનું નામ લઈને રાજ્યની કેટલીક સ્ત્રીયોએ એવું કહેવાનું શરુ કરી દઈશું કે ‘અમારી રાણી દસ મહિના કોઈ બીજાના મહલ બાર રહીને આવી તો પણ રાજાએ તેને સ્વીકારીને રાણી બનાવી દીધી. એટલે અમે પણ કોઈ બીજાના ઘરે એક-બે રાત રોકી જઈએ તો પણ કોઈને અમને સવાલ પૂછવાનો અધિકાર નથી. અમારા પતિએ અમને સ્વીકારવી પડશે.’ – ત્યારે સીતા પર લાંછન લાગવાનું શરુ થઇ ગયું. જેમ જેમ દિવસો વિતતા ગયા, આ વાત અયોધ્યામાં ફેલતી ગઈ અને રાજ્યના પુરુષો પણ હવે રાણી સીતાથી ધ્વેશ કરવા લાગ્યા, કારણકે તેમના કરને તેમની પત્નીઓ સ્વચ્છંદી બની રહી હતી. જયારે રામ ને આ વાતની ખબર પડી ત્યારે રાજા રામ માટે તો આ એક ચિંતાનું કારણ હતું, પણ સીતાના પતિ રામ માટે આ હદય ચીરી નાખતો વિખવાદ હતો. જે સીતાએ દસ મહિના રાવણની કેદમાં રહીને પણ રાવણને સ્પર્શ ણા કરવા દીધો, જેણે પોતાના પ્રેમની દિવ્યતાથી રાવણને રોકી રાખ્યો એ સીતાની ના ખાલી પવિત્રતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો, પણ એનું નામ લઈને વ્યભિચાર કરવાની છૂટ માંગવામાં આવી રહી હતી. હવે, અહિયાંથી માની લો કે રામે સીતાનો ત્યાગ ના કર્યો અને તેમને રાણી બનાવીને રાખ્યા, તો શું થાત..?
સમાજમાં વ્યભિચારની બદી ફેલતી જ જાત અને તેના બચાવમાં સીતાનું ઉદાહરણ પેશ કરવામાં આવત. આખો સમાજ વ્યભિચારના અધર્મમાં ફસાતો જાત અને સ્ત્રિયો માટે આપસી સંઘર્ષમાં નાશ પામત. અને આ આખા વિકૃત ચિત્રની આદર્શ બનાવવામાં આવત રાણી સીતાને. એ દિવસે સત્ય ન હોવા છતાં સીતા અપવિત્ર અને ચરિત્રહીન સ્ત્રી સાબિત થાત, ત્યારે જ તો તેણે આખા સમાજને પોતાના નામે વ્યભિચાર કરવા દીધો અને પોતે ચુપ રહી. આજે આપણે રામાયણમાં એક એવી સીતા વિષે વંચાત જેણે રાવણની કેદમાં પોતાની પવિત્રતા ઘુમાવી અને પછી રાણી બનીને આખા રાજ્યની સ્ત્રીયોને એ તરફ ધકેલી. જો સીતાનો ત્યાગ કરવામાં ન આવત તો આજે એ આપણા માટે એક આદર્શના સ્થાને એક કલંક હોત, નિર્દોષ હોવા છતાં.
રામ અને સીતા બંને વિષ્ણુ સ્થિતિના મનુષ્યો હતા. તેઓ આ દુરંદેશી ચિત્રને જાણી ચુક્યા હતા. તે બંને જાણી ચુક્યા હતા કે હવે સીતાની પવિત્રતા અને પ્રતિષ્ઠાને બચાવવાનો એક જ માર્ગ છે – જે રામ અને સીતા આત્માથી એક છે, તે હવે શરીરથી અલગ થઇ જાય. આખી પૃથ્વી પર એકબીજાનું શરીર જ એ એકમાત્ર પદાર્થ હતો જે તેમને અનેક મુસીબતો છતાં સાંત્વના આપતો હતો. હવે તેમને એ ભૌતિક પદાર્થ પણ છોડવાનો હતો અને આધ્યાત્મિક રૂપે દરેક ક્ષણે એકબીજાથી જોડાયેલા રહેવાનું હતું. છેલ્લે, આ મુશ્કેલ નિર્ણય કરી લેવામાં આવ્યો. આ નિર્ણય કોઈ રાજા કે રાણીનો નહોતો, ણા કોઈ સામાજિક પતિ-પત્નીનો. આ નિર્ણય બે પ્રેમીઓનો હતો જે પતિ-પત્ની પણ બન્યા હતા અને રાજા-રાણી પણ. હવે ફરીથી તેમને બસ પ્રેમી બની જવાનું હતું અને બાકીના બે સબંધોના લાભ ત્યાગી દેવાના હતા. અને તેમણે એ લાભ ત્યાગી દીધા. આ નિર્ણય બેડરૂમમાં બે પ્રેમીઓ વચ્ચે લેવાયો, પણ જે વાસનાગ્રસ્ત લોકોને સીધા રાખવા માટે તેને લેવામાં આવ્યો હતો તેમને ઉદાહરણ પૂરું પાડવા એ નિર્ણયને લાગુ રાજા રામે કરાવ્યો. ‘સીતાને જંગલમાં કોઈ સન્યાસીના આશ્રમ નજીક હમેશા માટે છોડી દેવામાં આવે. હવે તે અયોધ્યાની મહારાણી રહી શકે તેમ નથી.’ એક માણસે પોતાના જીવનની એકમાત્ર કીમતી વસ્તુ આ રીતે એક રાજાના અભિનય સાથે છોડી દીધી. અને શાના માટે? સમાજને અધર્મના માર્ગ પર જતો રોકવા માટે. સમાજને પોતાની વાસનાઓ સીતાના નામનો ઉપયોગ કરીને ખુલી છોડવાથી રોકવા માટે. પોતાના પ્રેમને યુગો યુગોની બદનામીથી બચાવવા માટે એક પ્રેમીએ પવિત્ર પત્નીને નિસહાય હાલતમાં ત્યાગી દેવાનું કલંક યુગો યુગો સુધી પોતાના માથે લઇ લીધું.
સીતાએ ઋષિના આશ્રમમાં સુવિધાઓના અભાવમાં રામના વિરહમાં જીવન વિતાવ્યું, તો રામે મહેલમાં સીતા વિના પળ-પળ દઝાડતી એ સુવિધાઓ અને રાજાની જવાબદારીઓ વચ્ચે જીવન કાઢ્યું. બંનેમાંથી કોઈએ બીજા લગ્ન તો શું બીજા કોઈ વ્યક્તિ વિષે વિચાર્યું પણ નહિ. સીતા આશ્રમમાં અને રામ મહેલમાં નીચે પથારી લગાવી સુતા રહ્યા, દરેક ક્ષણ એકબીજાને યાદ કરતા કરતા. અને જ્યારે છેલ્લી પરીક્ષાના રૂપમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ ત્યારે તેમની પવિત્રતાની રક્ષા હમેશા માટે થઇ ગઈ. અયોધ્યાનું લાંછન બદનામ થયું અને સીતા દેવી બની ગઈ. રામ અને સીતા નો એકબીજાને ત્યાગવાનો વ્યક્તિગત નિર્ણય આખરે સફળ સાબિત થયો. પણ રામના માથા પર પત્નીને ત્યાગી દેવાનો કલંક કેટલાક મુર્ખ, અર્ધજ્ઞાની અને ષડયંત્રકારી લોકો તેમજ પ્રેમ ને ન સમજી શકવાવાળી સ્ત્રી સશક્તિકરનો ઝંડો પકડેલી કેટલીક સ્ત્રીઓની જમાતમાં આજે પણ લાગેલો છે. રામનો બચાવ કરવાવાળા લોકોમાં પણ મોટાભાગના અંધ ભક્ત છે જે રામ વિરુધ્ધ કંઈ સંભાળવા નથી માંગતા, તો કેટલાક એ રૂઢીચુસ્ત માનસિકતાવાળા પુરુષપ્રધાન લોકો છે જે આજે પણ સ્ત્રીની અગ્નિપરીક્ષા લેવામાં વિશ્વાસ કરે છે.
રામ અને સીતાએ જે નિર્ણય કર્યો એ એવા બે પ્રેમીઓ જ કરી શકતા હતા જેમના આત્મા યુગો યુગોથી જોડાયેલા હોય. કોઈ સામાન્ય સંસારિક પતિ-પત્ની તેમના સ્થાને હોત, તો એ પરિસ્થિતિમાં કાંતો પતિ તેની સ્ત્રીના શરીરને ભોગવાની લાલસામાં તેનો ત્યાગ કરવાથી ઇનકાર કરી દેત અને સમાજને તેની પત્નીના નામે અધર્મ કરવા દેત કાંતો લોકોની નિંદાથી વિચલિત થઈને તે પત્નીને છોડી દેત અને કેટલાક દિવસો પછી કોઈ બીજી સ્ત્રીથી લગ્ન કરી લેત. બંને પરિસ્થિતિમાં પત્ની પર લાગેલો આરોપ સાચો સિધ્ધ થઇ જાત. રામની આલોચના કરવાવાળા તથાકથિત બુધ્ધિજીવી એ વાતનું ધ્યાન રાખે કે રામે આ બંનેમાંથી એકપણ નથી કર્યું. રામે સારા દેખાવાની કોશિશ ના કરી, જે દરેક સામાન્ય સંસારી કરે છે. રમે સાચા બનવાની કોશિશ કરી. તેમણે એ કર્યું જે સાચું હતું, સારું ભલે ના હોય. હું એણે માનવ ઇતિહાસનો મહાન નિર્ણય એટલે કહું છું કે એ એક નિર્ણયથી રામે ના ખાલી સમાજને અધર્મના માર્ગે જતાં બચાવી લીધો, પણ પોતાની પ્રિયતમા સીતાની પ્રતિષ્ઠાને પણ હમેશા હમેશા માટે સુરક્ષિત કરી લીધી. જ્યારે આ કામમાં તેમના પોતાના દામન પર ડાઘ લાગી ગયો. કદાચ, સીતાને કોઈ જન્મમાં રામનું આ ઋણ ચુકવવું પડે જ્યાં રામની પ્રતિષ્ઠા અને પોતાના પ્રેમની રક્ષા માટે એ કામ કરવું પડે જેમાં સારા દેખાવા કરતાં એ કરવું જરૂરી હોય જે સાચું છે, સત્ય છે.

July 17 / 2020 / On Facebook / Subject: Spirituality & Self Realizations
દરેક જીવન એવો જ અંત માંગે છે જેવું એ જીવાયું છે.
– ડૉ. કૌશિક ચૌધરી

2012 ના ડિસેમ્બરમાં જ્યારે હું સન્યાસી જીવનને ચકાસવા બેલુર મઠમાં હતો, ત્યારે ત્યાંના એક સન્યાસી સ્વામી આત્મપ્રિયાનંદજીએ સારાંશ રુપે મને આ વાત કહેલી, ‘આત્મજ્ઞાન થયા પછી તો શું સંસાર અને શું સન્યાસ? જો મન સ્થિતપ્રજ્ઞ રહી શકે છે તો સંસાર શું બગાડી લેવાનો? અને જો મન સ્થિતપ્રજ્ઞ નથી રહી શકતું તો સન્યાસ પણ શું આપી દેવાનો?’ એમની આ વાતથી જ મને પાછા આવવાની હિમત મળેલી. જાન્યુઆરી 2013માં હું બેલુરથી પાછો આવ્યો અને એંગેજમેન્ટ કરી ત્યારથી મેં મારા ફોનમાં આ એક ચિત્ર સ્ટોર કરી રાખ્યું છે, જે અહિં પોસ્ટ કર્યું છે. આ ચિત્ર જોઈને હું સમયે સમયે પોતાની જાતને એ રાહત આપતો રહેતો કે એક દિવસ જ્યારે બધા સાંસારિક કાર્યો પૂરા થઈ જશે એટલે બધું છોડીને હું આવા જ એક સ્થાન પર જતો રહીશ અને ધ્યાનમાં જીવનનો સમય કાઢીશ અને ત્યાંજ સ્વેચ્છાએ શરીર છોડીશ. પણ હવે ધીરે ધીરે સ્વામી આત્મપ્રિયાનંદજીએ કહેલી વાત સ્વઅનુભવમાં આવી રહી છે.
એજ કે જો સંસારના વર્ષો સ્થિતપ્રજ્ઞતા સાથે ન વીતે તો અંતે ગમે તેટલા સુંદર અને શાંત સ્થાને જતા રહો, અંદર શાંતિ નથી રહેતી. જો આજે જીવન આ ચિત્ર સામે જોતાં એટલું જ શાંત અને ધ્યાનસ્થ લાગે છે તોજ તે એ અંતિમ સમયમાં પણ એવું લાગશે. જો સાંસારિક કાર્ય રામ અને કૃષ્ણ જેવી સ્થિતપ્રજ્ઞતા સાથે ન કર્યું હોય જ્યાં દરેક સફળતા-નિષ્ફળતાને એક ખેલ માની તમે સંસાર વચ્ચે જ ધ્યાનસ્થ થઈ શક્યા હોય, તો આવી શાંત જગ્યાએ આવીને પણ મન ભૂતકાળની બેચેન છાયાઓમાં જ ફરે છે. એટલે એક આત્મજ્ઞાની માટે સન્યાસ કરતાં સંસાર વધુ મોટી સ્કૂલ છે. સંસારમાં આવતી સતત પરીક્ષાઓ અને એકલતા એક સન્યાસી ઋષિને વિષ્ણુ બનાવે છે. અને એવો વિષ્ણુ જ અંતે એક ઋષિની જેમ સંસાર છોડી દૂર એકાંતમાં પ્રબુધ્ધ મને શરીર છોડી શકે છે.
એટલે તમે જેવું જીવન જીવો તેવું જ મૌત પણ મેળવો છો. જે ભૌતિકવાદી બનીને જીવે છે તે અંતે ભૌતિકવાદિની બેચેની અને ઝટપટાહટ સાથે મરે છે. જે કર્મઠ બનીને જિવે છે તે અંતે પણ એક કર્મઠ વ્યક્તિ તરીકે જ કામ કરતાં કરતાં મરે છે. જે ગુલામ બનીને જીવે છે તે ગુલામ તરીકે જ મરે છે. જે બનાવટી બનીને જીવે છે તે બનાવટ કરતો કરતો જ મરે છે. જ્ઞાની જ્ઞાન સાથે મરે છે, ભક્ત ભક્તિ સાથે મરે છે. સ્થિતપ્રજ્ઞ આત્મામાં ધ્યાનસ્થ થઇને દેહ છોડે છે. એમાં સ્થાનનું કોઇ મહત્વ નથી હોતું. મહત્વ આપણા અંદરની સ્થિતિનું જ હોય છે. દરેક જીવન એવો જ અંત માંગે છે જેવું એ જીવાયું છે. આખરી સમયમાં તમે કંઇ બદલી નથી શકતા. બસ તમે બાહ્ય વાતાવરણ બદલી શકો છો, વ્યક્તિનું આંતરીક વાતાવરણ એજ રહે છે જે આજીવન તેના અંદર રહ્યું હોય છે. એટલે તમારા મર્યા પછી તમારી અંતિમ યાત્રામાં, બેસણામાં અને બારમામાં કેટલા માણસો આવ્યા એ તમારા જીવનનું મૂલ્ય નક્કી નથી કરતું. જે લોકો આજીવન તમારા સામે ખોટું ખોટું હસ્યા હોય છે તે તમારા મર્યા પછી ખોટું ખોટું રડવા આવે છે. એટલા માટે કે જેથી તે મરી જાય ત્યારે તેમના પાછળ પણ રડવા બીજા આવે. એ સમાજના ટોળામાં રહેવાનો એક ઇન્સ્યોરન્સ છે, જ્યાં લોકો બેસણાઓમાં હાજરી આપી આપીને પોતાના પ્રિમિયમ ભરે છે. તો કોઇ વેપારીઓ અને નેતાઓ ‘હું આવ્યો હતો’ એ બતાવી વેપાર અને વોટ સિક્યોર કરવા આવ્યા હોય છે. એટલે આ સર્કસ જો કોરોનાના લીધે બંધ થઈ રહ્યું છે, તો આગળ પણ એને બંધ રાખવામાં જ મજા છે.
વાત ફરી એજ મૂળ કેન્દ્રએ પહોંચે છે કે તમે કેવી રીતે મરો છો એ જરા પણ મહત્વનું નથી. તમે કેવી રીતે જીવ્યા એ મહત્વનું છે; સત્યના યોધ્ધા બનીને કે અસત્યના ગુલામ બનીને? એજ તમારા જીવન અને મૃત્યુ બંનેના અર્થને નક્કી કરે છે.
January 31 / 2022 / On Facebook / Subject: Spirituality & Self Realizations
આત્મજ્ઞાની માણસની સંસાર વચ્ચે ઉપયોગિતા
– ડૉ. કૌશિક ચૌધરી

સવાલ: આત્મસાક્ષાત્કાર થયા પછી આ બનાવટી દુનિયામાં રહેવું કેવી રીતે શક્ય છે? જ્યારે માણસ જાણી જાય કે આ બધું બનાવટી છે, ત્યારે ફરી તે એ માણસો વચ્ચે અજ્ઞાની બનીને જીવવું શું એના માટે મુસીબતો ભર્યું નથી? – ડૉ. વેણુ શાહ જવાબઃ અસલિયત એનાથી ઉલટી છે. જો તમે સત્યનિષ્ઠ અને નૈસર્ગીક છો, પણ આત્મસાક્ષાત્કાર થયેલો નથી, તો આ બનાવટી દુનિયા વચ્ચે રહેવું બહુ મુશ્કેલ છે. તમે પળે પળે ઠગ્યા જાઓ છો અને ભયંકર રીતે આહત થાઓ છો. પણ જો તમે સંસારની અને તમારી પાછળની યાત્રાનું સંપૂર્ણ સત્ય જાણો છો, તો એ બનાવટી દુનિયા તમારા માટે બનાવટી રહેતી નથી. હવે, તમે જાણો છો એ શું છે અને શું કરશે? હજી પણ સમય આવ્યે એ લોકો તમને ઠગશે, પણ તમે એનાથી આહત નહીં થાઓ, કારણકે તમે જાણતા હશો કે તે એજ કરવાના છે. જ્યાં સુધી એ લોકો સંપૂર્ણ પવિત્ર બનીને સત્ય માટે જ કર્મ કરવા કટિબદ્ધ નહીં થઈ જાય, ત્યાં સુધી તમે એમના બધા ભટકાવ (જેને ‘સ્ખલનો’ કહેવાય છે) માટે તૈયાર હશો. તે લોકો તમને ઠગીને પણ તમને આહત નહીં કરી શકે, ત્યારે પોતે આહત થશે. ત્યારે એ પોતે ઠગાયેલા મહેસુસ કરશે. ત્યારે તેમના પોતાના જ મનમાં તેમને પોતાનો આત્મા પતિત થયેલો જણાવા લાગશે. તમે એમના માટે એક અરીસા, એક દર્પણનું કાર્ય કરશો. બસ એક આત્મજ્ઞાની માણસની સંસાર વચ્ચે આ જ ઉપયોગીતા છે. આ આખી વાતમાં આત્મસાક્ષાત્કાર થયેલ માણસ રૂપે તમારા માટે મુસીબતો કે દુઃખ ત્યારે જ છે, જ્યારે તમે એ પતિત અને બનાવટી લોકોથી સત્યનિષ્ઠ કર્મો કરવાની અપેક્ષા કરી બેસો છો. સાંસારિક વ્યવહાર એટલે કે ટ્રાન્જેક્શન એટીએમના ટ્રાંજેકશન જેવા હોય છે. બેલેન્સ અંદર હોય, પણ ટ્રાન્જેક્શન તમે જેટલી જરૂર હોય અને જ્યારે જરૂર હોય ત્યારે જ કરો છો. એમ આત્મજ્ઞાની માણસ સંસાર વચ્ચે સત્ય જાણીને રહે છે અને જ્યારે જેટલી અને જેવી જરૂર છે તેટલો અને તેવો જ વ્યવહાર કરે છે. તે અંતિમ સત્ય નથી ભૂલતો કે આ બધા એક જ બ્રહ્મના ટુકડાઓ છે, ઇન્દ્રિયગ્રસ્થ સ્વાર્થ અને અહંકારના કારણે પતિત બનેલા છે. તે અંદરથી કોઈથી નફરત નથી કરતો, પણ વ્યવહાર સત્ય તરફી અડગ રાખે છે. કૃષ્ણએ શિશુપાલનું માથું વાઢી નાખ્યું, પછી શિશુપાલના આત્મા રૂપે એ જયનો આત્મા નીકળ્યો જે વૈકુંઠમાં વિષ્ણુનો દ્વારપાળ હતો. કૃષ્ણના ચહેરાની આભા પ્રેમમય થઈ ગઈ. જયે તેમને પ્રેમ અને ભક્તિભાવે પ્રણામ કર્યા. કૃષ્ણએ પોતાના સંતાનને કહેતા હોય એમ કહ્યું, ‘શ્રાપ પૂરો થઈ ગયો. પાછો વૈકુંઠ જા. દ્વાર પર પહેરો આપ. હું કાર્ય પૂરું કરીને આવું છું.’ જયે પ્રેમમય આંસુ સાથે મસ્તક નમાવ્યું અને વૈકુંઠ તરફ નીકળી પડ્યો. એજ જય જે કેટલીક ક્ષણો પહેલા શિશુપાલ રૂપે કૃષ્ણને નફરત કરી રહ્યો હતો. અને જય સામે પિતારૂપે પ્રેમથી આશીર્વાદ આપતા એજ કૃષ્ણ હતા જેમણે તેની શિશુપાલવાળી ઓળખનું માથું વાઢી નાખ્યું હતું. બસ આજ છે સંસાર. અને આજ છે આત્મજ્ઞાની અને અજ્ઞાનીઓ વચ્ચેનો વ્યવહાર.
|
May 09 / 2022 / On Fecebook / Subject: India Religion
દેશભક્તિ નહીં, ભારત-ભક્તિ
– ડૉ. કૌશિક ચૌધરી

જેમ જેમ સમય જાય છે, તેમ તેમ તમે પોતાને પણ વધુ સમજતા જાઓ છો. હમણાં એક સ્થાને મારો પરિચય આપતી વખતે વખાણ કરવાની ભાવના સાથે કહેવાયું ‘આપણે જાણીએ છીએ, કૌશિકભાઈ એક બહુ જ દેશભક્ત વ્યક્તિ છે.’ પણ આ સાંભળીને મને ખુશી થવાના સ્થાને એક બેચેની થઈ. લાગ્યું જાણે કંઇક જૂઠ છે, કે અડધું સત્ય છે. ફટાફટ મારું મન એનું કારણ શોધવા લાગ્યું અને બહુ કડક આત્મમંથન કરવા લાગ્યું જેના માટે તે ટેવાયેલું છે. માઇક મારા હાથમાં આવતાં સુધીમાં એણે એ બેચેનીનું કારણ શોધી લીધું હતું. મેં કહ્યું, ‘જ્યાં સુધી દેશભક્તિની વાત છે, એ ખોટું છે કે હું દેશભક્ત છું. હું દેશભક્ત નથી. એ જમાત તો દરેક દેશમાં મળી આવે છે. હું ભારત ભક્ત છું.’
હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ કોઈના કોઈ સમયે ભારતને ચાહવાની સ્થિતિમાં આવી ગયો હોત. આ માનવતાને એના અસ્તિત્વનું કારણ કહેતી અને એનો અનુભવ કરાવતી સભ્યતા છે. જો તમે આ પૃથ્વી પર માનવ તરીકે જન્મ્યા છો, અને પોતાના અસ્તિત્વના કારણ અને તેની સાર્થકતા વિશે વિચાર કર્યો છે તો એ વિચારનું અનુસરણ તમને આખરે ભારતના પ્રેમી બનવાની સ્થિતિમાં જ લાવીને મૂકી દેશે. પૃથ્વી પરના કોઈ પણ દેશમાં જન્મેલો આ વિચારને અનુસરતો માનવ અંતે ભારત-ભક્ત જ બને છે. જે માનવ આ વિચારને નથી અનુસરતા તે બધા દેશભક્ત બને છે. દેશભક્તિ સ્વાર્થ અને અહંકારની ઉપજ છે. કોઈ દેશ ‘મારો’ છે એટલે એ મહાન છે, એના માટે હું કોઈને મારવા અને મરવા પણ તૈયાર થઈ જઈશ. આ સ્થિતિએ એક ભારતીય, એક પાકિસ્તાની, એક રશિયન, એક અમેરિકન, એક ચાઈનીઝ, એક જર્મન, એક યુક્રેનિયન કે એક કોરિયન બધા સરખા થઈ જાય છે. છેલ્લા સવા સો વર્ષનો દુનિયાનો ઇતિહાસ આ બધા દેશભક્તો વચ્ચેના યુદ્ધોનો ઇતિહાસ છે. હું દેશભક્ત નથી, હું ભારત ભક્ત છું. હું ભારતની એ આધ્યાત્મ અને માનવતાની એ સનાતન વિરાસત માટે લડું છું. મને કોઈ ડર નથી, હું ફરી જન્મ કયાં લઈશ. કારણકે હું જાણું છું, જ્યારે પણ હું સત્યની ખોજમાં નિકલીશ, ભારતની ભક્તિ કરવાની સ્થિતિમાં આવી જ જઈશ.